Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

હાંસોટના ઉતરાજ નજીક ટેમ્પો પલ્ટી ખાઈ જતા ત્રણ મહિલાના મોત :20થી વધુને ઇજા

અંકલેશ્વર મોસાળું લઈને ગયેલા હાંસોટના બોલાવ ગામના પરિવારને પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો

હાંસોટ : અંકલેશ્વરના હાંસોટ નજીક ઉતરાજ પાસે ટેમ્પો પલ્ટી ખાઈ જતા ત્રણ મહિલાના મોત નિપજ્યા છે જયારે ટેમ્પમાં બેસેલા અન્ય 20થી વધુને ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

જાણવા મળતી વિગત મુજબ હાંસોટના બોલાવ ગામનો પરિવાર મોસાળું લઇને અંક્લેશ્વર ગયો હતો. જ્યાંથી પરત આવતી વેળાં તેમનો ટેમ્પો ઉતરાજ ગામ પાસે પલટી જતાં 3 મહિલાના મોત નીપજ્યાં હતાં. જ્યારે 20થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને કાકાબા હોસ્પિટલ તેમજ અંક્લેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા છે.

ટેમ્પો ચાલકનું સ્ટિયરિંગ પરનો કાબુ નહીં રહેતાં તેમનો ટેમ્પો રોડની સાઇડમાં પલટી ગયો હતો ટેમ્પો.

(9:10 am IST)