Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ અમદાવાદ જિલ્લાના વર્ગ-૩ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

અમદાવાદ :ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ અમદાવાદ જિલ્લાના વર્ગ-૩ સંવર્ગના તમામ આરોગ્ય કર્મચારીઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના નેતૃત્વ હેઠળ ગત તારીખ ૨૭/0૨/૨૦૧૯અને ૨૫/૧૨/૨૦૧૯ દરમિયાન રાજ્યવ્યાપી આંદોલન અંગેના કાર્યક્રમ આપી લડત આપવામાં આવતા સરકારએ પડતર પ્રશ્નોનું તબક્કાવાર નિરાકરણ લાવવાના સમાધાન મુજબ પ્રશ્નોનું નિરાકરણ લાવવા લેખિત ખાતરી આપેલ હતી પરંતુ પ્રશ્નો આજદિન સુધી કોઇ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્રારા સમગ્ર રાજયમાં ફરીથી આંદોલન કરવાની ફરજ ૫ડેલ છે. 

  ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની તારીખ ૨૭/૧૨/૨૦૨૦ની કારોબારી સભામાં ચર્ચા-વિચારણા બાદ સર્વ સંમતિથી લેવાયેલ નિર્ણય અનુસાર સરકારને  ફરીથી આંદોલનના કાર્યક્રમો આપી આરપારની લડત આપવાનું ઠરાવવામાં આવતા જ્યાં સુધી રજૂ થયેલ તમામ પડતર પ્રશ્નોનું સુખદ ઉકેલ ન આવે ત્યાં સુધી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશમાં જણાવેલ આંદોલનના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના વર્ગ-૩ સંવર્ગના તમામ આરોગ્ય કર્મચારીઓ આદેશનો અમલ કરશે તેમ અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી સંઘની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(6:08 pm IST)