Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

રાષ્ટ્રસંત આ.દેવ પૂ. પદ્મસાગરસુરીશ્વરજીના કોબા ખાતે આર્શીવાદ લેતા નિતીનભાઇ પટેલ : મ્યુઝીયમ નિહાળ્યું

રાજકોટ : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાતે આદરણીય નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસુરીશ્વરજીની મુલાકાત લીધી હતી. અને તેમના આર્શીવાદ મેળવ્યા હતા. લગભગ બે કલાકની આ મુલાકાત દરમિયાન નિતીનભાઇએ આરાધના કેન્દ્રની લાઇબ્રેરી અને મ્યુઝિયમમાં સુવર્ણ હસ્તપ્રતો તથા પ્રાચીન શિલ્પ -સ્થાપત્ય નિહાળ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે રવિવારે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે તીર્થ પરિસરમાં રાષ્ટ્રસંત આચાર્યદેવ પહ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભેચ્છા મુલાકાત લઇને તેઓના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. લગભગ બે કલાકની આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે સંસ્થાની લાઇબ્રેરીમાં બિરાજમાન અત્યંત ચમત્કારિક સરસ્વતી દેવીની પૂજા કરી અને પૂર્વકાલીન, શિલ્પકલાયુકત પ્રાચીન પ્રતિમાઓનો તથા પુરાવાઓ અને પુરાવત્વતકળાઓને સંગ્રહિત મ્યુઝિયમ અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રસંત આચાર્ય શ્રી તથા ટ્રસ્ટ મંડલ કાર્યકર્તાઓને જણાવ્યુ કે ધર્મ -સંસ્કૃતિ અને કળા વિશિષ્ટ રીતે સંરક્ષણનું અદભૂત કાર્ય કર્યું છે. તે ગુજરાતનું ગૌરવ છે. વિશિષ્ટ પ્રાચીન વસ્તુઓનું સંગ્રહસ્થાન છે, તે જાણીને ખૂબ આનંદ થયો.

(4:23 pm IST)