Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ડેડીયાપાડાના માલસામોટથી ઇગ્લીશ દારૂનો 3,24 લાખના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડતી નર્મદા એલસીબી

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા એસપી હિમકર સિંહની સૂચના હેઠળ LCB નર્મદાના પીઆઇ એ.એમ.પટેલ પીએસઆઇ  સી.એમ.ગામીત તેમજ ટીમ જીલ્લામાં પ્રોહીબીશનની વોચમાં હતી તે દરમ્યાન બાતમી મળતા ડેડીયાપાડા વિસ્તારના સામોટ ગામે રહેતા યશવંતભાઇ અજબસીંગ વસાવાએ ઇગ્લીશ દારૂ ઉતાર્યો છે.માટે બાતમીના આધારે ત્યાં રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨,૭૯૦ જેની કિ.રૂ.૩,૨૪,૬૦૦-ના મુદ્દામાલ સાથે યશવંત અજબસીંગ વસાવા રહે.સામોટ તા.ડેડીયાપાડાને ઝડપી દારૂ વિનોદ રહે.કોઠી,જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) પાસેથી લાવ્યો હોવાનું જણાવતા આ બંન્ને આરોપીઓ વિરૂધ્ધ ડેડીયાપાડા પો. સ્ટે.માં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

(7:50 pm IST)