Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અલ્પેશ ઠાકોરને રાહત:બનાસકાંઠામાં નોંધાયેલ ફરિયાદ પર ટ્રાયલ ચલાવવા સામે હાઇકોર્ટનો સ્ટે

જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાયલ ન ચલાવવા આદેશ

અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને હાઇકોર્ટમાંથી રાહત મળી છે બનાસકાંઠામાં નોંધાયેલ ફરિયાદ પર ટ્રાયલ ચલાવવા સ્ટે અપાયો છે  બનાસકાંઠાના તત્કાલિન SP નીરજ બડગુજરે માનહાનીની ફરીયાદ નોંધાવી હતી. જ્યાં સુધી તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાયલ ચલાવવા આદેશ કરવામાં આવ્યો હતો.

   અત્રે ઉલ્લેખનિય છે કે બનાસકાંઠાના SP સામે અલ્પેશ ઠાકોરે કરેલા આક્ષેપ મામલે અલ્પેશ ઠાકોરે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અલ્પેશ ઠાકોરે તેની સામે થયેલી ફરિયાદ રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના SP સામે જાહેરસભામાં આક્ષેપ કર્યા હતા

 . બાદમાં તત્કાલીન SP નીરજ બડગુજરે દારુબંધીને લઈને અલ્પેશે કરેલા પ્રહારો મામલે માનહાનીની ફરિયાદ કરી હતી. SP નીરજ બડગુજરે અલ્પેશ ઠાકોર સામે માનહાનિનો દાવો કર્યો હતો.જે બાબતે આજે અલ્પેશ ઠાકોરને હાઇકોર્ટમાંથી રાહત મળી છે.

(10:44 pm IST)
  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST