Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કોર્પો.ને જાહેરમાં મળમૂત્રમુક્ત શહેરનું પ્લસ રેટિંગ સર્ટિફિકેટ

સર્ટિફિકેટને લઇને ઉઠી રહેલા પ્રશ્નો : અમ્યુકો સત્તાધીશ સર્ટિફિકેટ આધારે ક્રેડિટ લઇ રહ્યા છે

અમદાવાદ,તા.૧૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત તા.૩થી ૫ જાન્યુઆરી દરમિયાન ઓપન ડિફેક્શન ફ્રી એટલે કે, જાહેરમાં મળમૂત્ર મુક્ત શહેર હોવાનું પ્લસ રેટિંગનું સર્ટિફિકેટ મેળવ્યું છે. તો બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે છેલ્લા ૨૦ દિવસમાં જાહેરમાં યુરિન કરતા ૧૯૧ લોકોને ઝડપી લઈ રૂ. ૧૫,૯૫૦નો દંડ વસૂલ્યો છે. એક તરફ કોર્પોરેશન જાહેરમાં મળમૂત્ર મુક્ત શહેર હોવાનું ઓડીએફપ્લસનું સર્ટિફિકેટ મેળવી રહ્યું છે તો, બીજી તરફ જાહેરમાં યુરિન કરતા લોકો ઝડપાઈ રહ્યા છે. જેનાથી હવે બહુ ગંભીર અને સૂચક સવાલો ઉઠી રહ્યા છે કે, શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સર્ટિફિકેટ મેળવવા કોઇ સેટીંગ કર્યું હશે કે કેમ? શહેરના જાગૃત નાગરિકો તેમ જ ખુદ અમ્યુકો વર્તુળમાં હાલ આ મુદ્દા પરની ચર્ચાએ ભારે જોર પકડયું છે.           એક બાજુ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ અમદાવાદ શહેરને ઓપન ડિફેકશન ફ્રી જાહેર બતાવી તેની ક્રેડિટ લેવામાં પડયા છે પરંતુ બીજીબાજુ, શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં અને ખૂણે ખાંચરે મળ-મૂત્રનો ત્યાગ કરતાં લોકોના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મેળવેલા ઉપરોકત સર્ટિફિકેટને લઇ હવે સવાલો ઉઠી રહ્યા છે. બીજીબાજુ, અમ્યુકોના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ દ્વારા  પૂર્વ ઝોનમાં જ જાહેરમાં ગંદકી કરતાં ૧૮૦ એકમોની ચકાસણી કરી રૂ.૯૩,૫૦૦નો દંડ કર્યો છે. તો, જાહેરમાં યુરિન કરી ગંદકી-પ્રદૂષણ ફેલાવતાં ૧૯૧ નાગરિકોને પકડી તેમના ફોટો પાડી પાસે તેમની પાસેથી રૂ.૧૫,૯૫૦નો દંડ વસૂલાયો છે. માત્ર એટલું જ નહીં તેમને દંડની રકમ વસૂલ્યાની

પહોંચ આપી આરોપીની જેમ બે હાથમાં પકડાવી ઉભા રખાય છે. જેને લઇ હવે એક નવો વિવાદ જાગ્યો છે. અમ્યુકો સત્તાવાળાઓ જ શહેરના વિવિધ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં બાથરૂમ-ટોઈલેટની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે, ત્યારે તેનો ભોગ નાગરિકોને બનાવી તંત્રની નિષ્ફળતાનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થઇ રહ્યો હોય તેવી એક છાપ ઉપસી રહી છે. અમ્યુકો સત્તાધીશો દ્વારા નાગરિકોના આ પ્રકારે ફોટા પાડવાના વલણને લઇ હવે નવો વિવાદ સામે આવતાં કોર્પોરેશનનું સ્થાનિક રાજકારણ આગામી દિવસોમાં આ મામલે ગરમાય તેવી પૂરી શકયતા છે.

(9:52 pm IST)
  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST

  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST