Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં તાપમાન વધ્યું

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૪ ડિગ્રી : વલસાડ અને મહુવામાં પારો ક્રમશઃ ૧૦.૬-૧૦.૭ ડિગ્રી

અમદાવાદ, તા.૧૨ : પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલા મોર્નિંગ સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિના પરિણામ સ્વરૂપે લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૩.૪ ડિગ્રી રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પારો ૧૪.૪ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. રાજ્યમાં મોટાભાગે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. વલસાડમાં સૌથી વધારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જ્યાં પારો ૧૦.૬ રહ્યો હતો. મહુવામાં પારો ૧૦.૭ ડિગ્રી રહ્યો હતો. આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરાઈ છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવાયું છે કે આવતીકાલે પારો ૧૪ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હાલમાં રાજ્યમાં નીચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ૧૪મી જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારાની અસર રહેશે. ત્યારબાદ દિનપ્રતિદિન ઠંડી ઘટશે. ઠંડીનું જોર ઘટ્યું હોવા છતાં અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે.  જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે.  લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની સાથે સાથે સતત ફેરફારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે વધી શકે છે અને પારો ૧૪ની આસપાસ રહી શકે છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૨ : ગુજરાતમાં ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૧૩.૪

ડિસા............................................................ ૧૧.૫

ગાંધીનગર................................................... ૧૪.૪

વીવીનગર.................................................... ૧૨.૬

વડોદરા........................................................... ૧૨

સુરત........................................................... ૧૩.૨

વલસાડ........................................................ ૧૦.૬

અમરેલી.............................................................. -

રાજકોટ............................................................ ૧૫

સુરેન્દ્રનગર................................................... ૧૩.૫

મહુવા.......................................................... ૧૦.૭

ભુજ............................................................. ૧૬.૪

નલિયા............................................................ ૧૪

કંડલા એરપોર્ટ.................................................. ૧૫

(8:36 pm IST)
  • જે ગાયના નામે મત માંગે છે તેમણે ગાયોને ઘાસચારો પણ આપવો જોઈએ : કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાવાના પ્રવાસ દરમિયાન કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી એમસીડીએ બે વર્ષથી આ વિસ્તારમાં એકપણ ગૌશાળાને ફંડ જારી કર્યું નથી ;વિકાસમંત્રી ગોપાલરાય સાથે મુખ્યમંત્રીએ ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં બવાનામાં દિલ્હી સરકાર અને નાગર નિગમની ગ્રાન્ટેડ સૌથી મોટી શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત લીધી હતી access_time 1:14 am IST

  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST