Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અમદાવાદ આર.આર.સેલે દેવાવાંટા સીમમાંથી 9 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ: રેન્જના આરઆર સેલ પોલીસે આજે વહેલી સવારના સુમારે દેવાવાંટા ગામની સીમમાં છાપો મારીને વિદેશી દારૂ કટીંગ થાય તે પહેલાં .૦૭ લાખના વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે બે મુખ્ય સુત્રધારો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે કુલ ૧૧.૧૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલા આરઆર સેલના જવાનોને હકીકત મળી હતી કે, દેવાવાંટા ગામની સીમમાં આવેલી લીંબાસી સબ માઈનોર કેનાલ પાસે આવેલા વિરેન્દ્રસિંહ સાહેબસિંહ મહિડાના ખેતરની કુવાવાળી ઓરડીમા મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને કટીંગ કરી રહ્યા છે. જેથી પોલીસની ટીમ ત્રાટકતા ઈકો કારમાં વિદેશી દારૂની પેટીઓ મુકવામાં આવી રહી હતી. પોલીસને જોઈને બે શખ્સો ફરાર થઈ ગયા હતા જ્યારે ત્રણ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે ઓરડી તેમજ કારની તલાશી લેતાં અંદરથી કુલ ૨૫૨ પેટી વિદેશી દારૂ કે જેની કિંમત ,૦૭,૨૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સોના નામઠામ પુછતાં તેઓ દેવાવાંટા ગામે રહેતા વિરેન્દ્રસિંહ સાહેબસિંહ મહિડા, દિનેશકુમાર ઉર્ફે ભુરીયો કનુભાઈ પરમાર તથા પ્રજ્ઞેશ ઉર્ફે કાલુ ભાનુભાઈ મકવાણા (રે. ત્રણેય દેવાવાંટા)ના હોવાનું ખુલવા પામ્યું હતુ. જ્યારે ફરાર થઈ ગયેલા પ્રદિપસિંહ રણજીતસિંહ મહિડા (દેવાવાંટા)અને રાજેશભાઈ કનુભાઈ પરમાર (કેરીયાવી, નડીઆદ)ના હોવાનું ખુલવા પામ્યું હતુ

 

(6:03 pm IST)