Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સસ્તા ડરે દારૂ વેચવાનું કૌભાંડ ઝડપી 1.37 લાખનો જથ્થો દબોચ્યો: ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે સાંજના સુમારે ગામડી ગામના સરદાર આવાસમાં રહેતા એક બુટલેગરને ત્યાં છાપો મારીને મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનું એક રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે .૩૭ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ સાથે અલગ-અલગ બ્રાન્ડની ૪૬૦ જેટલી ખાલી બોટલો પણ જપ્ત કરીને પકડાયેલા શખ્સ વિરૂધ્ધ પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસને હકીકત મળી હતી કે, ગામડી ગામના સરદાર આવાસમાં રહેતો સુરજ ઉર્ફે છોટુ પરબતસિંહ સોલંકી મોટાપાયે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેના આધારે પોલીસે છાપો મારતાં સુરજ ઉર્ફે છોટુ ઝડપાઈ જવા પામ્યો હતો

(6:32 pm IST)