Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

મહેમદાવાદના સરસવર્ણીમાં આંગણવાડીમાંથી તસ્કરોએ 14 હજારના માલસામાનની ચોરી કરી: બાળકોના ભોજન પર કર્યો હાથફેરો

મહેમદાવાદ: તાલુકાના સરસવણીમાં આવેલ પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં ત્રાટકેલા તસ્કરોએ રૂ.૧૪,૦૫૦ ની ચોરી કરી હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના સરસવણીમાં આવેલ પ્રાથમિક શાળામાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યાં હતાં. અને મધ્યાહન ભોજનની રૂમનું તાળુ તોડ્યું હતુ. સાથે સાથે બાજુમાં આવેલી આંગણવાડીને પણ નિશાન બનાવી હતી. અને ત્યાં પણ ચોરી કરી હતી. બંને ઠેકાણે થઈ તસ્કરોએ ઘઉંના ત્રણ કટ્ટા, ચોખાના નવ કટ્ટા, તુવેરનો એક કટ્ટો, તેલના આઠ ડબ્બા અને ગેસના બોટલ મળી રૂ.૧૪,૦૫૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

 

(6:02 pm IST)