Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

બહુચરાજીના ચાણસ્મા ખાતે 175 બેરોજગારીને નોકરી ન મળતા રોષ જોવા મળ્યો

ચાણસ્મા:ઔદ્યોગિક હબ બની ચૂકેલા બહુચરાજી ખાતે આજે મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજાયેલા ભરતી મેળામાં ૧૭૫થી પણ વધુ બેરોજગાર યુવાનો ઉમટી પડયા હતા. પરંતુ એકપણ બેરોજગારને નોકરી નહી મળતાં રોષ જોવા મળ્યો હતો. વિસ્તારમાં મારુતિ-હોન્ડા જેવી નાની-મોટી ૫૦ જેટલી કંપનીઓ આવેલી છે. તેમછતાં માત્ર 3 કંપનીઓ હાજર રહી હતી. તેણે પણ માત્ર બાયોડેટા માગ્યા હતા. મારુતિ-સુઝુકી કંપની બહુચરાજીને અડીને આવેલી છે અને તેમાં ભરતી માટે કંપની દ્વારા આખા રાજ્યમાં ભરતી મેળા કરાય છે. પણ સ્થાનિક યુવાનોને નોકરી નહી આપવાના એકમાત્ર ઈરાદાથી જિલ્લા રોજગાર કચેરી દ્વારા મારુતિ સુઝુકી કંપનીને ભરતી મેળા અંગે અગાઉથી જાણ કરવા છતાં એકપણ અધિકારી હાજર નહી રહેતા સ્થાનિક બેરોજગારોમાં મારુતિ-સુઝુકી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

બહુચરાજી આઈટીઆઈ ખાતે આજે સવારે 10 વાગે મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં વિસ્તારની મારુતિ-સુઝુકી સહિત 50થી વધુ કંપનીઓને આગોતરી જાણ કરાઈ હતી. આમછતાં માત્ર 3 કંપનીઓ વિક્ટોરા ટુલ્સ બહુચરાજી, સ્ટીલ વ્હીલ્સ મરતોલી અને બિશપ ઓટો મોઢેરા હાજર રહી હતી. જ્યારે બે જોબ પ્લેસમેન્ટનું કામ કરતી ખાનગી એજન્સીઓ ઉપસ્થિતિ રહી હતી.

(6:00 pm IST)