Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ડાંગ: સાપુતારા નજીક કપાસની ટ્રક પલ્ટી ખાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

ડાંગ:જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગમાં કપાસનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટો મારી જતાં અકસ્માત સર્જાયો હતો.

ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શુક્રવારે મહારાષ્ટ્રનાં નાસિક તરફથી કપાસનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલી (નં.-આર.જે.૨૭-જીબી-૮૪૮૬) સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાંથી પસાર થતી હતી. ત્યારે ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રક માર્ગની સાઈટની સંરક્ષણ એંગલ સાથે ભટકાઈને પલ્ટી મારી ગઈ હતી. બનાવમાં ટ્રક એંગલ સાથે ભટકાઈને પલ્ટી મારી થંભી જતા ઊંડી ખીણમાં ખાબકતા બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતનાં બનાવમાં ચાલક અને કલીનરને નાની-મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવારના અર્થે સાપુતારા પી.એચ.સી.માં ખસેડાયા હતા. જ્યારે ટ્રકમાં ભરેલો કપાસ ખીણમાં જતો રહ્યો હતો.

 

(5:56 pm IST)
  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST