Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વડોદરાના નિઝામપુરા રોડ પર અગાઉ એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર સાગરિતે ગુનાહની કબૂલાત કરી

વડોદરા:શહેરના નિઝામપુરા રોડ પર એસબીઆઈના એટીએમ સેન્ટરમાં ચોરીના પ્રયાસ કરવાના ગુનામાં ઝડપાયેલા યુવકે ત્રણ માસ અગાઉ ફતેગંજ વિસ્તારમાં ગરબા મેદાનમાંથી એક લાખથી વધુના કિંમતના સાઉન્ડ સિસ્ટમની તેના સાગરીત સાથે મળીને ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

મકરપુરા રોડ પર આવેલી સૈાજન્ય સોસાયટીમાં રહેતા મૈાનાંગ પટેલ સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવાનો વ્યવસાય કરે છે. ગત ઓક્ટોબર માસમાં તેમણે ઈએમઈ સર્કલ પાસે વ્રજધામ યુવક મંડળ દ્વારા આયોજીત ગરબામાં સાઉન્ડ સિસ્ટમ ભાડેથી આપી હતી. ૧૭મી ઓક્ટોબરની સાંજે આઠમના ગરબાની તૈયારી કરવા માટે તેમના સાઉન્ડ ઓપરેટર ગરબા મેદાન પર જતા તેને જાણ થઈ હતી કે મેદાનમાંથી .૦૨ લાખથી વધુની કિંમતના સાઉન્ડ સિસ્ટમના બે એમ્પલીફાયરની ચોરી થઈ છે. જોકે  તે સમયે બીલ નહી મળવાના કારણે તેમણે કોઈ ફરિયાદ નોંધાવી નહોંતી.

 

(5:56 pm IST)