Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વડોદરામાં મનપાદ્વારા બાંધકામના કાટમાળને રીસાઇકલ કરી ઉપયોગ માટેની કવાયત હાથ ધરી

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન બાંધકામના કાટમાળને રિસાઈકલ કરી તેના ઉપયોગ માટેનો પ્રોજેક્ટ શરૂ કરશે. કોર્પોરેશને માટે એક કોન્ટ્રાક્ટરને શોધી કાઢ્યો છે.

જે આવા કાટમાળનો ઉપયોગ કરીને તેમાંથી પેવર બ્લોક અને બાંકડા બનાવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને માટે ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી છે અને ટૂંક સમયમાં સ્થાયી સમિતિને દરખાસ્ત મોકલવામાં આવશે. કોર્પોરેશન જે ઇજારદારને નક્કી કરશે. તેને વજન પ્રમાણે પેમેન્ટ કરશે.

કાટમાળ કોન્ટ્રાક્ટ પોતાના યુનિટ પર લઈ જશે અને ત્યાં તેનો ભૂકો કરી તેમાં સિમેન્ટ અને બીજું ભેળવીને માલ તૈયાર કરશે. જેમાંથી તે પેવર બ્લોક બાકરા વગેરે બનાવશે. શહેરમાં રોજ આશરે 60થી 70 ટન કાટમાળ પેદા થાય છે. જેના નિકાલ માટે હાલ કોઇ સિસ્ટમ નથી

 

(5:53 pm IST)