Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અ'વાદ: મધરાતે પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરનો પીછો કરી નિકોલ કેનાલ પાસેથી દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ:બુટલેગરો હવે કારમાં ગુપ્ત ખાના બનાવીને તેમાં દારૃની હેરાફારી કરી રહ્યા છે. પોલીસે અસારવાથી નિકોલ સુધી એક કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જો કે મધરાતે બુટલેગરોએ ચાવી કનાલમાં ફેંકી દીધી હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલે ક્રેનની મદદથી કારને પોલીસ સ્ટેશન લાવીને દારૃનો જથ્થો કબજે કર્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલની પોલીસ કલોલ હાઇવે પર હાજર હતી સમયે બાતમી મળતાં ગુરુવારે મોડી રાતે અસારવા ખાતે વોચ ગોઠવી હતી. જ્યાં કારને રોકવાનો પ્રયાસ કરાતા બુટલેગરે કારને પૂર ઝડપ હંકારી મૂકી હતી. પોલીસ પણ ફિલ્મી ઢબે પીછો કરતા કાર નરોડા અશોક મીલ થઇ હીરાવાડીથી વિરાટનગર કેનાલ પાસ અંધારામાં રોકાઇ હતી. આરોપીઓ કારની ચાવીને કેનાલમાં નાંખીને ભાગવા જતાં પોલીસે અસારવામાં રહેતા સાહીલ ઠાકોર અને પિન્ટુ વણઝારાની ધરપકડ કરી હતી એટલું નહી ક્રેનની મદદથી કારને નિકોલ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. કારના દરવાજાની સાઇડ અને સીટ નીચેના ગુપ્ત ખાનામાંથી રૃા. ૬૦ હજારની કિંમતની કુલ ૧૯૮ બોટલો મળી આવી હતી.

(5:53 pm IST)