Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

બનાસકાંઠાના ડોડિયા ગામે બની વિચિત્ર ઘટનાઃ પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમીને પકડી ટકો મુંડો કર્યોઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

બનાસકાંઠા : બનાસકાંઠાના ડોડિયા ગામે મોડી રાત્રે વિચિત્ર ઘટના બની હતી. મોડી રાત્રે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને ઝાડ સાથે બાંધીને તેનું ટકલુ કરવામાં આવ્યું હતું.

લાખણીના ડોડિયા ગામની મોડી રાત્રેની આ ઘટના બની હતી. જેમાં મોડી રાત્રે પ્રેમિકાને મળવા આવેલા યુવકને પકડીને ઝાડ સાથે બાંધી દેવાયો હતો. તથા તેના વાળ ઉતારી લઈને તેનું મુંડન કરાયું હતું. પ્રેમિકાને મળવા ગયેલા યુવકને માથે ટકો કરતો અને તેના ભૂંડા હાલ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જિલ્લામાં અવારનવાર આવી અનેક ઘટનાઓના વીડિયો સામે આવતા રહે છે. જોકે, પ્રેમીના આ હાલ વિશે હજી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ નથી.

(5:19 pm IST)