Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

આપણા વેદો પણ માતાપિતા અને ગુરુને દેવ માની તેના પ્રત્યે આદર અને પૂજ્ય ભાવ રાખવાનું કહે છે : શા.માધવપ્રિયદાસજી સ્વામી SGVPદર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વાર્ષિક દિન પ્રસંગે

૨૦૦ ઋષિકુમારો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા માતૃ પિતૃ વંદનાનો હૃદયગમ્ય કાર્યક્રમ યોજાયો

અમદાવાદ તા.૧૨ શ્રી સ્વામિનારાયણ ગુુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે, શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની તથા પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજીની ઉપસ્થિતિમાં,શ્રી મુનિવત્સલદાસજી સ્વામી, શામજી ભગત, શ્રી અર્જુનાચાર્ય તેમજ વનરાજભાઇની આગેવાની નીચે SGVPદર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનો વિશંતિ મહોત્સવ તેમજ વાર્ષિક દિન તેમજ માતૃ પિતૃ વંદનાનો હૃદયગમ્ય કાર્યક્રમ ઉજવાયો હતો

  સંત  આશ્રમથી વાજતે ગાજતે SGVP સુધી નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં સંતો તથા ઋષિકુમારો જોડાઇ,ગુજરાત ભરમાંથી આવેલ ૨૦૦ ઉપરાંતવાલીઓને ઋષિકુમારોએ ફુલડે વધાવી ભવ્ય સત્કાર  સાથે સ્વાગત કર્યુ હતું.ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો..

   કાર્યક્રમમાં ઋષિકુમારો દ્વારા સ્વાગત નૃત્ય, અંગ કસરતના દાવો, પીરામીડ, યોગાસનો, ભકત ધ્રુવ આધારિત નૃત્ય નાટિકા, વગેરે સપ્તરંગી કાર્યક્રમ કર્યો ત્યારે સૌ કોઇએ ઋષિકુમારોને તાલીઓના નાદ સાથે વધાવ્યા હતા.   સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગીરથભાઇ ત્રિવેદી,યોગેશભાઇ પંડ્યા, જોષી ચિંતનભાઇ, અંકિતભાઇ રાવળના માર્ગદર્શન નીચે ઋષિકુમારો જ કર્યું હતું.

      અંતમાં માતૃ પિતૃ વંદનાનો હૃદયગમ્ય કાર્યક્રમ યોજાચો હતો.                                    

    જેમાં શાસ્ત્રી કક્ષાના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોના વેદગાન સાથે, તમામ ૨૦૦ બાળકો પોતાના માતા પિતા સમક્ષ પૂજાપાના સામાન સાથે સામે બેસી, માતા પિતાના ચરણ ધોઇ, તેનું આચમન કરી ભાલે ચંદનથી અર્ચા કરી પોતાના માતા પિતાની આરતિ ઉતારી, પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામકર્યા ત્યારે ખરેખર આ દ્રશ્ય અદ્ભૂત અને ભાવવાહી થયું હતું.

  આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે,  ભગવાને આપણને જે જીવન આપેલ છે તે અણમોલ છે. જીવન બાહ્ય શણગારોથી શોભતું નથી પણ સદગુણોથી શોભે છે. માતા પિતાની સાનિધ્યમાં નાનપણમાં પડેલા સંસ્કારો જીવન પર્યંત ટકી રહે છે. ખરેખર ભારતના તમામ ધર્મો માતા પિતા પ્રત્યે આદરભાવ શીખવાડે છે. વેદો પણ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ - માતાપિતાને દેવ માની તેના પ્રત્યે આદરભાવ રાખવાનું કહે છે.

   ત્યારબાદ પાઠશાળામાં વેદથી માંડીને આચાર્ય કક્ષાના, વર્ષ દરમ્યાન વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ઋષિકુમારોને  પૂ.માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે પ્રોત્સાહન-ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિ.ના કુલપતિ ગોપબંધુ, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસ સાહેબ,સંસ્કૃતઠશાળાના પ્રમુખ ગોવિંદભાઇ પટેલ,અેજ્યુ.ઇન્સ.કલ્પેશભાઇ,વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:08 pm IST)
  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST

  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST