Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ધાનેરા પોલીસે રેલ નદી અને ધાખા ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂ સાથે બે ગાડીઓ ઝડપી :ચાલકની અટકાયત

 

ધાનેરા પોલીસે બાતમી આધારે રેલ નદી અને ધાખા ચાર રસ્તા પાસેથી બે ગાડી ઝડપી પાડી બે ગાડી ચાલકની અટકાયત કરી કુલ ,૯પ,૮૮૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.

  જાણવા મળ્યા મુજબ ધાનેરા પી.આઈ. આર.કે.પાઠક પોતાના સ્ટાફ સાથે રાઉન્ડમાં હતા તે દરમ્યાન બાતમી મળતાં રેલ નદી ઉપર હુન્ડાઈ સેન્ટ્રો ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩ર૪ કિંમત પ૦, ર૮૦ તથા હુન્ડાઈ સેન્ટ્રો ગાડી કિંમત.,પ૦,૦૦૦ની મળી કુલ ,૦૦,ર૮૦ રૂપિયા સાથે આરોપી ગાડી ચાલક મયુર રામચંદ્ર હોટ ચંદાણી (સિન્ધી) (રહે.૧૪, આશારામ સોસાયટી, નોબલ નગ કુબેરનગર અમદાવાદ) ને પકડી પાડેલ

 . ત્યારબાદ કોટડા (ધાખા) ચાર રસ્તા પાસેથી મારૂતિ ૮૦૦ ગાડી નીકળતા તેની તલાસી લેતા પેટી નંગ ૧૩ વિદેશી દારૂ બોટલ નંગ ૩૧ર કિંમત રૂ.૪પ, ૬૦૦ તથા પ૦,૦૦૦ ની ગાડી મળી ૯પ,૬૦૦ ના મુદ્ામાલ સાથે આરોપી પ્રવિણકુમાર કરશનજી લુવાર (રહે.ચિમનગઢ, તા.રાણીવાડા, જી.જાલોર) ને પકડી વધુ તપાસ પી.આઈ. આર.કે.પાઠક ચલાવી રહ્યા છે.

(11:58 pm IST)