Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ભાભર રાધનપુર હાઇવે પર જીપની ઠોકરે બાઈકચાલક યુવાનનું કમકમાટીભર્યુ મોત

 

ભાભર-રાધનપુર હાઇવે પર જીપની અડફેટે બાઈક ચાલાક યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું

 

    જાણવા મળતી વિગત મુજબ મુકેશ જીવાભાઈ દેસાઈ (..23) ( રહે.કટાવ તાલુકો. સુઈગામ ) ભાભર માર્કેટમાં આવેલ મામાની પેઢીએથી બાઈક લઈ પોતાના ઘરે કટાવ જવા ભાભર રાધનપુર હાઈવે પરથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી જીપ ચાલાકે જોરદાર ટકકર મારતા બાઈક ચાલક હવામાં ફગોળાઈ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી યુવકનુ કમકમાટીભર્યા ધટનાસ્થળે મોત નિપજ્યું હતુ.

   અકસ્માત બાદ ગાડી ચાલક ગાડી સાથે ભાગી ગયો હતો. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો

 . અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવકે તાજેતરમાં લેવાયેલ લોકરક્ષક દળની પરીક્ષા આપી હતી. પરંતુ પરિણામ આવે તે પહેલાં મોત થતા પરિવાર નું સ્વપ્નુ રોળાઈ જવા પામ્યુ હતું. ધટના સ્થળે પોલીસ આવી વધુ તપાસ હાથ ધરી છે.

(11:53 pm IST)