Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અંકલેશ્વર જીઆઈડીસીમાં આદર્શ સોસાયટી પાછળ બિહારી યુવક સુધીર મંડલનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો

અંકલેશ્વર રાજપીપલા રોડ પર આદર્શ સોસાયટીના પાછળના ભાગે રેલ્વે ટ્રેક પાસેની ખુલ્લી જગ્યામાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની આદર્શ સોસાયટી પાછળના રેલ્વે ટ્રેક પાસે આવેલ ખુલ્લી જગ્યામાં મૂળ બિહારના ભાગલપુર જિલ્લાનો અને હાલ જીઆઇડીસીમાં પાંચસો ક્વાટર ખાતે રહેતો ૨૭ વર્ષીય સુધીર મંડલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

 આ બનાવની જાણ જીઆઇડીસી પોલીસ મથકમાં કરાતા પોલીસ કાફલો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક સુધીર મંડલના મૃતદેહને પૉસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તેનું મોત કેવી રીતે નીપજ્યું ? તે અહીં કેમ આવ્યો? વિગેરે બાબતો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

(10:45 pm IST)
  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST