Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી :બુથ લેવલની કામગીરીનો રીવ્યુ અને ડોર ટુ ડોર કંપેઇન

અમદાવાદ:કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2019ની ચૂંટણી માટે રણનીતિ બનાવવા દિલ્હીમાં કોંગ્રેસે કેલેન્ડર તૈયાર કર્યુ. જેને પગલે ગુજરાતમાં પણ કોંગ્રેસના પ્રચાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરાઈ છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચાર માટે ફેબ્રુઆરીમાં ગુજરાત આવશે.ચાવડાએ પાર્ટીની યોજનાઓ વિશે કહ્યું કે ચૂંટણીમાં બુથ લેવલની કામગીરીનો રીવ્યુ , ડોર ટુ ડોર કેંપેઈન અને સર્વાનુમતે ઉમેદવારની પસંદગી કરાશે.આ સિવાય જાન્યુઆરીનાં અંત સુધીમાં પ્રદેશ સમિતિ ઉમેદવારોની પેનલ તૈયાર કરીને AICC ને મોકલી આપશે.

(10:36 pm IST)
  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST

  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST