Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગુજરાત હાઇકોર્ટમાં જજોની સત્વરે નિમણૂક નહીં થાય તો બાર એસો.ની હડતાળની ચીમકી

અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશનને પસાર કરેલા એક ઠરાવમાં જજોની ખાલી જગ્યા માટે ઉચ્ચસ્તરે રજૂઆત કરવાનું નક્કી કરાયું છે. અત્યારે હાઇકોર્ટમાં ૫૨ જજોના સંખ્યાબળની જોગવાઈ છે, જેની સામે અત્યારે ૨૭ જજ કાર્યરત છે. ઉપરાંત રેગ્યુલર ચીફ જસ્ટિસની જગ્યાએ કાર્યકારી ચીફ જસ્ટિસ નિયુક્ત કરવામાં આવ્યા છે.

  ગત દિવસોમાં સુપ્રીમ કોર્ટ કોલેજીયમે નીચલી અદાલમાં ફરજ બજાવતા જજ વી.પી. પટેલ અને વકીલ તરીકે ફરજ બજાવતા સંગીતા વિશેન, બી.ડી. કારીયા અને મેઘા જાનીને ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે બઢતી આપવા ભલામણ કરી હતી પરંતુ આ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો હોવાની ફરિયાદ એડવોકેટ એસોસિએશનની છે.

 ઠરાવમાં ચીમકી આપવામાં આવી છે કે ૧૫મી જાન્યુઆરી સુધીમાં કેન્દ્ર સરકાર નિમણૂકની પ્રક્રિયા નહીં આરંભે તો રાજ્યભરના વકીલો અનીચ્છનીય પગલાં લેશે અને હડતાળ પર ઉતરશે. જજોની નિમણૂકના વિલંબને એસોસિએશને કેન્દ્ર સરકારની નિષ્ક્રીયતા અને સ્વતંત્ર ન્યાયતંત્ર પર તરાપ સમાન ગણાવ્યો છે.

(10:31 pm IST)
  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST