Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ભરૂચના બરાનપુરા વિસ્તારના મકાનમાંથી કુટણખાનું ઝડપાયું

ત્રણ લલનાઓ સહીત બે ગ્રાહકો સાથે મકાનમાલિકની ધરપકડ

ભરૂચના બરાનપૂરા વિસ્તારના એક મકાનમાંથી કૂટણખાનું ઝડપાયું હતું  જેમાં ત્રણ લલના સહિત બે ગ્રાહકોની ધરપકડ કરાઈ છે ભરૂચ એ ડિવીઝન પોલીસે નનામી અરજીના આધારે કુટણખાના ઉપર રેડ કરતા ત્રણ લલનાઓ સહિત બે ગ્રાહકો સહિત મકાનમાલિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આવી છે.

  મળતી માહિતી અનુસાર ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલ બરાનપૂરાના એક મકાનમાં કૂટણખાનું ચાલતું હોવાની નનામી અરજી ભરૂચ એ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા મકાનમાં રહેતી લતાબેન વસાવા છેલ્લા ત્રણ મહિનાથી કૂટણખાનું ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું. જોકે ઘટનાસ્થળેથી દહેજ વિસ્તારના હિતેશભાઈ પ્રભુભાઈ સોની તથા બળદેવભાઈ શિવરામ જોષી સાથે કઢંગી હાલતમાં લલનાઓ ઝડપાઈ જવા પામી હતી.

 પોલીસે બે ગ્રાહકો સહિત ત્રણ લલનાઓની ધરપકડ કરી હતી. જોકે ત્રણ લલનાઓ પૈકી બે પરણિત મહિલાઓ હોવાનું બહાર આવ્યું છે. જોકે પોલીસે ઘટનાસ્થળેથી 1 ફોરવીલ ગાડી કિંમત રૂપિયા 25000, મોબાઇલ 3 નંગ તથા લલનાઓને ચૂકવવાના 3000 મળી અંદાજિત ૩૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(10:24 pm IST)