Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ભાનુશાળી કેસ : શાર્પશૂટરોની આખરે યુપીમાંથી ધરપકડ થઈ

સનસનાટીપૂર્ણ કેસમાં પોલીસ ટીમને દિવસોમાં જ મોટી સફળતાઃ કુખ્યાત શાર્પશૂટર સહિતના ચાર આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી ભાનુશાળીની હત્યા વેળા ટ્રેનમાં ચાર સાગરિતો હોવાની વિગત પણ સપાટીએ

અમદાવાદ,તા. ૧૧: ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સીટના અધિકારીઓને બહુ મોટી સફળતા મળી છે.  ભાનુશાળીની હત્યા વખતે ટ્રેનમાં કુલ ચાર સાગરિતો હતા ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સોમવારે મધરાત્રે ભૂજ-બાંદ્રા સયાજીનગરી ટ્રેનના ફર્સ્ટ એસીમાં કેટલાક શખ્સોએ આંખ અને છાતીમાં બે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે રાજકીય ક્ષેત્રે મોટો ભૂકંપ સર્જ્યો હતો. સાથે જ હત્યા ક્યા કારણોસર થઈ તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. કચ્છના અગ્રણી રાજકારણીની હત્યાનો કોયડો હવે પોલીસે ઉકેલી નાંખ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હત્યા કરનારા શાર્પ શૂટર્સ પૂણેના હતા. શાર્પ શૂટર શેખર અને સુરજીત ભાઉની પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લીધી છે. ભાઉ  જયંતી ભાનુશાળીની નજીક હોવાનું માનવામાં આવે છે. હત્યાના દિવસે ટ્રેનમાં કુલ ચાર લોકો હોવાની વાત પણ સામે આવી છે. શાર્પ શૂટર્સ ભાનુશાળીની હત્યા બાદ હત્યારા ઉત્તર પ્રદેશ ભાગી ગયા હોવાથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે તેમને દબોચી લીધા છે. સૂત્રોના મતે ભાનુશાળીની હત્યા બાદ નોંધાયેલી એફઆઈઆરમાં કેટલાક નામો પૈકીના જ હત્યારા હોવાનું ખૂલ્યું છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને તેમને મોટેભાગે સફળતા મળી છે. આ ઉપરાંત ક્યા કારણે જયંતી ભાનુશાળીની હત્યા કરાઈ તે જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. એફઆઈઆરમાં સામેલ મહિલા મનિષા ગોસ્વામીની પણ હત્યામાં સંડોવણી બહાર આવી છે પરંતુ હજુ તે પોલીસની પકડમાં આવી નથી. પોલીસ હત્યારાઓને લઈને કાલુપુર રેલવે યાર્ડમાં પડેલા સયાજીનગરીના એચ૧ એસી કોચમાં રીકન્સ્ટ્રક્શન કરાવશે. હત્યાને લઈને અનેક સવાલોના જવાબ હવે બહાર આવી શકશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સમગ્ર ગુનાને અંજામ આપનાર બે શાર્પશૂટર સહિત ચાર આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઇ છે. ગુનાને અંજામ આપનારા બંને શાર્પશૂટર ઝડપાઇ જતાં હવે પોલીસ ટૂંક સમયમાં જ સીટના અધિકારીઓ આ સમગ્ર હત્યા કેસનો ભેદ ઉકેલી નાંખે તેવી શકયતા છે. પોલીસ તપાસમાં એવી પણ વાત સામે આવી રહી છે કે, આરોપીઓએ પેસેન્જર બનીને જ ભાનુશાળીની પોઇન્ટ બ્લેક રેન્જથી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોઇ શકે. તેથી પોલીસ તે દિશામાં પણ તપાસ ચલાવી રહી છે. જયંતી ભાનુશાળી પર ફાયરિંગ કરનાર શૂટરોને સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમે ઓળખી કાઢી તેઓને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધા છે. હવે પોલીસ એકાદ-બે દિવસમાં સીટ જયંતી ભાનુશાળીની હત્યાનો પર્દાફાશ કરે તેવી શક્યતાઓ છે.પવન મૌર્યની જે બેગ લઇને શૂટરો ભાગી ગયા હતા તે સીસીટીવી ફૂટેજ સીટે કબજે કર્યા છે. સીટે હત્યાના બે દિવસ પહેલાંના પણ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે, જેમાં કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારી મળી આવી છે. આ હત્યામાં મહારાષ્ટ્રનો ભાઉ નામનો શાર્પશૂટર હોવાની શંકાના આધારે પોલીસે મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિતના રાજયોમાં પણ તપાસનો દોર લંબાવ્યો હતો, જેમાં મોટી સફળતા મળી હતી. આ કેસમાં તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની સાથે સાથે અન્યોની પણ તપાસ જારી છે.

(10:03 pm IST)
  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST

  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST

  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST