Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

સીબીએસઇના ધો-૧૦ના મેથ્સના પેપરમાં બે વિકલ્પ

ગણિતને અઘરું માનતાં વિદ્યાર્થીઓ માટે રાહતની વાત : ગણિતનું વર્તમાન લેવલના મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને સરળ લેવલમાં મેથેમેટિક્સ બેઝિક એમ બે વિકલ્પ હશે : હેવાલ

અમદાવાદ,તા.૧૧ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં હવે બે વિકલ્પ મળશે. સીબીએસઈ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને ગણિત વિષયના બે સ્તરોમાંથી એક પસંદ કરવાનો મોકો મળશે. નોટિફિકેશન મુજબ પહેલા દસમાનું ગણિતનું લેવલ વર્તમાન લેવલ જ હશે પરંતુ બીજુ લેવલ આનાથી સરળ રાખવામાં આવશે. સીબીએસઇના આ નિર્ણયને લઇ હવે ગણિતને અઘરૃં માનતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે રાહતની વાત થઇ છે. સીબીએસઇના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૧૯-૨૦ના સત્રથી  જ આ સુવિધાનો લાભ મળશે. ગણિતના વર્તમાન લેવલને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ લેવલનું નામ આપવામાં આવ્યુ છે, જ્યારે સરળ લેવલને મેથેમેટિક્સ બેઝિકના નામથી ઓળખવામાં આવશે. સીબીએસઈના ધોરણ-૧૦ના વિદ્યાર્થી આ બંને લેવલમાંથી કોઇપણ એકને પસંદ કરી શકે છે. આ પસંદગી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કરવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓમાં ગણિત વિષયની પરીક્ષાનો તણાવ ઓછો કરવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગણિતનું બેઝિક લેવલનું પેપર સરળ હશે. તે ખાસ કરીને એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યુ છે જે આગળ ગણિતનો અભ્યાસ કરવા નથી ઈચ્છતા અને વિષયને થોડો સરળ ઈચ્છે છે. જો વિદ્યાર્થીને આગળ કોમર્સ કે વિજ્ઞાન વિષયમાં ગણિત સાથે અભ્યાસ કરવો છે તો તેણે મેથ્સના સ્ટાડન્ડર્ડ લેવલની એક્ઝામ પાસ કરવી પડશે. વિદ્યાર્થીને દસમા પછી ગણિતનો અભ્યાસ જેમ કે કોમર્સ, સાયન્સ વગેરે વિષયો સાથે નથી કરવો અને આર્ટ્સ તરફ જવુ છે તો તે બેઝિક લેવલ લઈ શકે છે. ગણિતના બંને સિલેબસ માટે ક્લાસરૂમ અને અભ્યાસની રીત એક જ રહેશે. સીબીએસઇના આ નવતર અભિગને લઇ ગણિતને અઘરૃં માનતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રાહતની લાગણી ફેલાઇ છે. 

 

(7:23 pm IST)
  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST