Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મોડાસામાં પોલીસે બે પીકઅપ ડાલામાં શંકાસ્પદ વાયરોનો જથ્થો ઝડપ્યો: બે શખ્સોની ધરપકડ

મોડાસા: શહેરમાં ટાઉન પોલીસની ટીમ દ્વારા ગત બુધવારની સવારે નગરના ડીપ વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં પીક અપડાલા સહિત બે શખ્સોને ઝડપી પડાયા હતા.આ ડાલામાંથી મળી આવેલા એલ્યુમિનિયમના વાયરોનો રોલ કબ્જે કરાયો હતો.પરંતુ ડાલામાં સવાર અન્ય ત્રણ શખ્સોે પોલીસને જોઈ ભાગી છુટયા હતા.પરંતુ પોલીસે ઝડપી પાડેલા આ શંકાસ્પદ વાયરોનો જથ્થો મોડાસા ખાતેની વીજ કચેરીમાંથી ચોરાયો હોવાનું જણાતાં જ ભારે ચકચાર મચી હતી.

જયારે પોતાના સ્ટોરમાંથી રૃપિયા ૧.૪૦ લાખની કિંમતના વાયરોનો જથ્થો ચોરાયો હોવાની જાણ યુજીવીસીએલના અધિકારીઓને મોડે મોડે થતાં ટાઉન પોલીસ સ્ટેશને એક હજાર કીલોના એલ્યુમીનીયમ કન્ડકટરનો સ્ક્રેપ વાયરનો જથ્થો ચોરાયાની ફરીયાદ દાખલ કરાઈ હતી.

(5:35 pm IST)