Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ધનસુરા તાલુકામાં પશુપાલકોના દાણના જથ્થા મુદ્દે પ્રશ્નો ઉદભવ્યા: તંત્રમાં દોડધામ મચી જવા પામી

ધનસુરા: તાલુકાના આકરૃન્દ દુધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં દુધ ભરતા પશુ પાલકો ના પશુઓ માટે સાબરડેરી માંથી સાબરદાણ મંગાવવામાં આવે છે.તાજેતરમાં સાબરડેરીમાંથી મંગાવેલ સાબર દાણના જથ્થામાંથી અલગ અલગ પશુ પાલકો જરૃરીયાત મુજબ દાણનો જથ્થો લઈ ગયા હતા.જે દાણ પશુઓ ન ખાતાં ફરીયાદ ઉઠી હતી. સમગ્ર મામલો સાબર ડેરીમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત થતાં સાબર દાણનો જથ્થો તાબડતોડ બદલાવવામાં આવ્યો હતો.ધનસુરા તાલુકાના આકરૃન્દ દુધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાંથી પશુ પાલકોએ સાબર દાણની બોરીઓ ખરીદી હતી પરંતુ  આ બોરીમાંથી પશુઓને સાબર દાણ મુકવામાં આવતા પશુઓ ખાતા ન હતા જેને લઈ પશુ પાલકોએ આકરૃન્દ દુધ ઉત્પાદક મંડળીના ચેરમેન કમલેશભાઈ પટેલ ને રજુઆત કરી હતી.

(5:35 pm IST)