Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

નડિયાદમાં ધોળા દિવસે પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા ઈસમોએ બેગની ઉઠાંતરી કરી

નડિયાદ: શહેરના એક વિસ્તારમાં પાર્ક કરેલ ગાડીમાંથી કાચ તોળી બેગની ઉઠાંતરીની ધટના સામે આવી છે.ગાડીનો પાછળનો કાચ તોડી અજાણ્યા ઇસમો દ્વારા ગાડીમાંથી બેગ ચોરી જતા ચકચાર મચી જવા પામી છે.

નડિયાદ શહેરના પીજ રોડ ખાતે રહેતા નીરજ દેવેનભાઇ ગોએલ કામ અર્થે આજે સવારે કોલેજ રોડ પર આવેલ ભગત એન્ડ સોનાવાલા લો કોલેજમાં ગયા હતા.જ્યા તેઓએ પોતાની ગાડી કોલેજ કેમ્પસની બહાર પાર્ક કરી હતી.અને તેઓ પોતે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાને કારણે તેઓ પોતે  લો કોલેજમાં કામ અર્થે ગયા હતા.પોતાના માલિકીની ગાડી સેવરોલેટબીટ કોલેજના ગેટ પાસે પાર્ક કરીને ગુરુવારની સવારે કોલેજમાં ગયા હતા.જ્યા પાછા આવતા તેમણે તેમની ગાડીનો પાછળનો કાચ તુટેલો જોયો હતો.ત્યારબાદ તેઓએ ગાડીમાં તપાસ કરતા તેમની ગાડીમાં પાછળની તરફ મુકેલ બેગની ઉઠાંતરી થઇ હોવાનુ માલુમ પડયુ હતુ.

(5:31 pm IST)
  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST