Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

સુરતમાં ફાયર સેફટીના નિયમનો પાલન ન થતા 63 સંસ્થાઓને સીલ લગાવવામાં આવ્યા

સુરત: મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી અને ફુડ સેફ્ટી એક્ટના નિયમના પાલન કરવા માટે વારંવારની તાકીદ છતાં પણ પાલન ન થતાં  આજે શહેરમાં ફાયર અને આરોગ્યના નિયમના ભંગ બદલ ૬૩ સંસ્થાઓને સીલ કરી દેવામાં આવી છે. સુરતની હોસ્પીટીલોમાં ફાયર સેફ્ટી માટે અગાઉ નોટીસ છતાં હજી ફાયર  સેફ્ટીના સાધનો લાગ્યા નથી. આવી પાંચ હોસ્પીટલ મળી આવી હતી  જોકે, ઈન્ડોર પેસન્ટ હોય મ્યુનિ. તંત્રએ આ  હોસ્પીટલને સીલ કરવાના બદલે ફરી નોટીસ ફટકારી છે.

અઠવા ઝોનમાં ટયુશન ક્લાસીસમાં આગની દુર્ઘટના બાદ ફરીથી ફાયર વિભાગે કામગીરી  હાથ ધરી છે.  ફાયર વિભાગે તમામ હોસ્પીટલ, ટયુશન ક્લાસીસ, દુકાન અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીની સુવિધા માટે નોટીસ ફટકારી છે.  તેમ છતાં જ્યાં દર્દીઓની સારવાર થાય છે તે હોસ્પીટલમાં પણ હજી ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામા ંઆવી નથી. અગાઉ નોટીસ આપી હોવા છતાં હોસ્પીટલના સંચાલકોએ ફાયર સેફ્ટીની સુવિધા ઉબી કરી ન હતી. આજે મ્યુનિ. તંત્રએ ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તો સીલીંગની કામગીરી શરૂ કરી હતી પરંતુ પાંચ  હોસ્પીટલમાં દર્દી સારવાર લેતા હોવાથી સીલ કરવાના બદલે નોટીસ આપી હતી. જ્યારે ફાયર  સેફ્ટીના સાધનોના અભાવે શહેરમાં ૬૩  સંસ્થા બંધ કરાવવામા ંઆવી હતી.

(5:30 pm IST)
  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST