Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગોધરાના મહુલિયા ગામ પાસે ડમ્પરે સાયકલને અડફેટે લેતા શાળાઅે જતા બે વિદ્યાર્થીઓને ઇજા, ૧નું મોત

ગોધરાઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના ગોધરાના મહુલિયા ગામે પાસે બની હતી. શાળાએ જતાં બે સાયકલ સવારને ડમ્પરે અડફેટે લીધા હતા. જેના પગલે બે પૈકી એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વિદ્યાર્થીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું હતું. જ્યારે ડમ્પર ચાલક સ્થળ ઉપરથી ફરાર થયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે ગોધરાના મહુલિયા ગામે બે વિદ્યાર્થીઓ સવારે બે સાયકલ ઉપર સવાર થઇને શાળાએ જતાં હતા.

આ સમયે એક ડમ્પરે આ બંને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. જેના પગલે એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો.

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. જ્યારે ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પોલીસને પણ જાણ થતાં એક ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

(5:07 pm IST)