Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદેદારોની બેઠક લોકસભાના ઉમેદવારો વહેલા જાહેર કરાશે

અમિત ચાવડા, પરેશ ધાનાણી, નરેશ રાવલ, અર્જુનભાઈ, સિદ્ધાર્થ પટેલ અને જીતેન્દ્ર બધેલની ઉપસ્થિતિમાં :ઉમેદવારોની પેનલ બનાવાશેઃ કામગીરીનુ કર્યુ મૂલ્યાંકનઃ સંસદની ચૂંટણીની તૈયારી

રાજકોટ, તા. ૧૧ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક આજે રાજીવ ભવન ખાતે મળી હતી. આ બેઠકમાં હોદેદારોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું. લોકસભા ચૂંટણી લડવા ઈચ્છુકોની યાદી બનાવી એક પેનલ તૈયાર કરાશે અને ઉમેદવારોની પસંદગી કામગીરી વહેલી આટોપીને ઉમેદવારોની જાહેરાત વહેલી કરાશે તે અંગે ચર્ચા થઈ હતી.ઙ્ગ

પ્રદેશ કાર્યાલય ખાતે આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, નરેશ રાવલ, સહપ્રભારી જીતેન્દ્ર બધેલ વિગેરેની હાજરીમાં મળી હતી.

આ બેઠકમાં નવનિયુકત તમામ પ્રદેશ હોદેદારો હાજર રહ્યા હતા. જનસંપર્ક અભિયાન, ફંડ એકત્રીકરણ, શકિત પ્રોજેકટ તથા હોદેદારોએ કરેલ પાર્ટી કામગીરીનું મૂલ્યાંકન તથા વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું.

બેઠકમાં ચર્ચાયેલ વિગતો મુજબ તમામ આગેવાનો અને કાર્યકરો ખભ્ભેખભ્ભા મિલાવીને લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ કરાઈ હતી, તો બીજી તરફ રાહુલ ગાંધી દ્વારા આગામી ચૂંટણી લક્ષી અભિયાનો અંગેની અપાયેલ જાણકારીની પણ ચર્ચા થઈ હતી.

મીટીંગમાં ચર્ચાયેલ વિગતો મુજબ લોકસભા ચૂંટણી લડવા ઈચ્છુકો સબંધીત લોકસભા બેઠક પ્રભારી નિરીક્ષકો તથા ઓબ્જર્વરોનો સંપર્ક કરીને તૈયારીમાં લાગી જાય. તમામ લોકસભા બેઠકો ઉપર પ્રદેશ સમિતિ દ્વારા ઉમેદવારોની પેનલો બનાવાશે અને ઉમેદવારોની જાહેરાત હાઈકમાન્ડ વહેલી તકે કરવા માંગે છે તેવી પણ ચર્ચા થયેલ.

(4:14 pm IST)
  • ગુજરાતના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને થયો સ્વાઈન ફ્લૂ : હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા access_time 1:47 am IST

  • બેન્કરમાંથી નેતા બનેલી મીરા સાન્યાલનું નિધન :2014માં લોકસભા ચૂંટણી લડી હતી :આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક ટ્વીટ કરીને તેણીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશે એક તીક્ષ્ણ આર્થિક પ્રતિભા અને ઉદાર આત્મા ગુમાવ્યો છે access_time 1:10 am IST

  • અમદાવાદ : કોંગ્રેસ દ્વારા વી.એસ. બચાવો અભિયાન :વી.એસ. હોસ્પિટલના ખાનગીકરણનો કોંગ્રેસ દ્વારા વિરોધ :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોચરબ આશ્રમથી વી.એસ. સુધી પદયાત્રા યોજશે access_time 10:47 pm IST