Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વલસાડની પારડી પોલીસે વિદેશી યુવક-યુવતીને દારૂના જથ્થા સાથે ઝડપ્યા

પુરપાટ ઝડપે દોડતી કાર પર શંકા જતા પોલીસે અટકાવીને તપાસ કરતા 88 હજારનો વિદેશી દારૂ મળ્યો

વલસાડ જિલ્લાની પારડી પોલીસે વિદેશી યુવક યુવતીને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપ્યા હતા. વલસાડ હાઇવે પર પૂર ઝડપે કાર હંકારતા પોલીસ ને તેમની પર શંકા થઈ હતી.

 જોકે પારડી પોલીસે તેમની અટકાયત કરી હતી અને તેમની કારમાં તપાસ કરતા કારમાંથી 88 હજારની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.પોલીસ દ્રારા પ્રાથમિક તપાસ કરતા વિદેશી યુવક યુવતી પાસે થી વડોદરાની પારુલ કોલેજનું આઈ કાર્ડ મળી આવ્યો હતો.બંનેની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

(12:48 pm IST)
  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST

  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST