Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

હવે ગુજકેટની પરીક્ષા ૩૦ માર્ચના બદલે તા.૪ એપ્રિલે લેવાશે

આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા

 

અમદાવાદ :ધો.૧૨ સાયન્સના અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાની તારીખ એપ્રિલ ૨૦૧૯નાં રોજ ગુરૂવારે કરી દેવામાં આવી છે.   પહેલા શિક્ષણ બોર્ડે ગુજકેટની તારીખ ૩૦મી માર્ચે જાહેર કરી હતી. પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં કાર્યક્રમ યોજાશે. વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે. પ્રથમ કાર્યક્રમ સૌરાષ્ટ્ર ઝોનનો સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાશે.

ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ૨૦૧૭થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.જે મુજબ ૨૦૧૯ના વર્ષ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સાયન્સ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓની ગુજકેટ પરીક્ષા એપ્રિલ ૨૦૧૯નાં રોજ ગુરૂવારે સવારે ૧૦ થી સુધી જિલ્લાકક્ષાના કેન્દ્રો ખાતે લેવાશે.

(12:50 am IST)