Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

છેલ્લા બે દિવસથી ખેડા જિલ્લાની કચેરીમાં ઇન્ટરનેટની સેવા ઠપ થઇ જતા કર્મચારીઓને હાલાકી

ખેડા:જિલ્લાનાં ૧૦ તાલુકામાં છેલ્લા બે દિવસથી ઇન્ટરનેટ૨ બંધરહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા  હતા.હાલ તમામ સરકારી દસ્તાવેજી પુરાવા  કાર્યો  ઇન્ટરનેટ  દ્વારા થતાં હોય છે.પરંતુ નેટ બંધ થઇ જવાના કારણે આવા તમામ કાર્યો અટકી પડયા હોવાની બૂમ નાગરિકો દ્વારા ઉઠી છે.

ખેડા જિલ્લાના નડીયાદ, મહુધા, માતર, વસો, ડાકોર, મહેમદાવાદ, કપડવંજ, ઠાસરા, કઠલાલ, અને ખેડા તાલુકા મથકોમાં દરરોજનાં હજ્જારો લોકો તેમના સરકારી કામકાજ અર્થે આવતા હોય છે. પરંતુ જિલ્લાની તમામ વડી  કચેરીઓમાં છેલ્લાં કેટલાંક દિવસોથી એકા એક ઇન્ટરનેટ બંધ થઇ જવાના કારણે લોકોના અગત્યના કામો રઝળી પડતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે કેટલાંક લોકોને આવી કચેરીઓમાં આવ્યા પછી ખબર પડે છે કે ઇન્ટરનેટ બંધ હોવાથી કામ થઇ શકશે નહી.આથી તેમને આર્થિક અને શારિરીક નુકશાન વેઠવું પડતું હોવાની બૂમ ઉઠી છે. સરકાર દ્વારા કહેવાતી ડિઝીટલ ઇન્ડયાની વાતો અહી પોકળ સાબિત થતી જોવા મળતી હોવાનું અને સરકાર દ્વારા આપવામાં આવતી જાહેરાતો પ્રમાણે લોકો અહી છેતરાયા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

મોટા ભાગના તાલુકાની મુખ્ય ઓફિસોમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે ઇન્ટરનેટ બંધ હોવાથી કામ થઇ શકશે નહી જિલ્લામાં તાલુકાની અને નગરપાલીકા ની ચુંટણી નજીકમાં છે.તેથી નવા વોટીગ કાર્ડ કઢાવવાનુ પણ કામ ચાલુ છે.જ્યારે દરેક તાલુકામાં યોજાતો સેવાસેતુ કાર્યક્રમ પણ નજીક ની તારીખોમાં જ આવે છે.જેથી કોઇ અરજદાર ને માહિતી જોઇતી હોય તો તેને નજીક ની મામલતદાર ઓફિસનો સંર્પક કરવાનો હોય છે.પરંતુ નેટ બંધ હોવાથી લોકોના સરકારી કામકાજો અટકી પડયા છે. સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે ઇન્ટરનેટ સેવા ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

 

(5:05 pm IST)