Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

આણંદના ઈસ્માઈલનગર નજીક પુરપાટ ઝડપે જતા છોટા હાથીએ બાઇકને ટક્કર મારતા એકનું મોત: એક ઘાયલ

આણંદ: શહેરના ઈસ્માઈલનગર પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતા છોટા હાથીએ આગળ જતા બાઈકને ટક્કર મારતાં એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ ંહતુ જ્યારે બીજાને ઈજાઓ થતાં તેને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


અકસ્માતની મળતી વિગતો અનુસાર સુખીની મુવાડી ખાતે રહેતા હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોઢા પરમાર તથા પરેશભાઈ (ઉ.વ. ૧૯)બાઈક નંબર જીજે-૦૭, બીએચ-૩૧૫૧ ઉપર સવાર થઈને આણંદ

ખાતે પતંગ દોરી લેવા માટે આવતા હતા. પોણા બારેક વાગ્યાના સુમારે તેઓ સામરખા ચોકડી વટાવીને ઈસ્માઈલનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલ છોટા હાથી ટેમ્પો નંબર જીજે-૦૬, એક્સએક્સ-૧૭૪૦એ ટક્કર મારતાં બન્ને યુવાનો ઉછળીને રોડ સાઈડની ડીવાયડર પર પટકાયા હતા જેમાં બન્નેને ગંભીર ઈજાઓ થતાં તેઓને તુરંત જ ૧૦૮ મોબાઈલ વાન દ્વારા આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હિતેન્દ્રસિંહને તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ અંગે શહેર પોલીસે છાટા હાથીના ટેમ્પા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:59 pm IST)