Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ચકલાસી નજીક બે જુદા-જુદા અકસ્માતમા બે ઈજાગ્રસ્ત

ચકલાસી:તાબેના ધરમપુરા પાટીયા તેમજ કપડવંજ-મોડાસા રોડ પર વડાલા પાટીયા નજીક સર્જાયેલ અકસ્માતમાં બે જણાંને ઈજા થઈ હતી.

 


પોલીસ સુત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના ચકલાસી તાબે સાડીપુરામાં રહેતાં મનુભાઈ ભીખાભાઈ વાઘેલા ધરમપુર પાટીયા પાસેથી ચાલતા જતા હતાં ત્યારે પુરપાટ ઝડપે આવેલ મોટરસાયકલ નં.જીજે.૦૭.એએમ ૦૬૪૭ એ પાછળથી ટક્કર મારતાં મનુભાઈ વાઘેલા (ઉં.વ ૬૦) ને પડી જતા ડાબા હાથે તથા ડાબી પાંસળી ઉપર ઈજા થઈ હતી. આ બનાવ અંગે મનહરભાઈ ઊર્ફે ધમો ગોતાભાઈ વાઘેલા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં રાજસ્થાનના થાપડાવલી તાબે પાદેડીમાં રહેતા ઈશ્વરભાઈ કેહરાજી મીણાં ગઈકાલે ટ્રક લઈને કપડવંજ - મોડાસા રોડ પર વડાલા પાટીયા ઉપર ઉભા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલ ટ્રક નં.આરજે-૨૭ જીસી ૪૪૮૧ એ ઉભી રહેલ ટ્રક પાછળ અથડાવતાં મોહનભાઈ દીતાજી મીણાને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ઈશ્વરભાઈ કેહરાજી મીણાની ફરીયાદને આધારે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:57 pm IST)