Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

મહેમદાવાદના કરોલીમાં છુટા પૈસા આપવાની બાબતે વેપારીએ ગ્રાહકને ધોકાવ્યો

મહેમદાવાદ: તાલુકાના કરોલી સીમમાં શાકભાજીના વેપારીએ ગ્રાહકને ગાળો બોલી માર માર્યાના બનાવ અંગે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

 


પોલીસ સુત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના કરોલી સીમમાં મનુભાઈ લ-મણભાઈ પરમાર શાકભાજીની કેબીન ધરાવે છે. ગઈકાલે નગિનભાઈ પશાભાઈ પરમાર કેબીનની દુકાને શાકભાજી લેવા ગયા હતાં. શાકભાજી લઈને તેમણે રૂ.૫૦૦ની નોટ આપતાં દુકાનદારે બાકીના પૈસા છુટા નથી તેમ જણાવતાં ગ્રાહકે પચાસ અથવા સો રૂપિયા કાપી લો. અને બાકીના પૈસા પાછા આપો તેમ જણાવ્યું હતું. આ વાત સાંભળી મનુભાઈ પરમારે તમારા માટે છુટા પૈસા લઈને બેસુ તેમ જણાવતાં નગિનભાઈએ શાકભાજી પાછી આપી પાંચસોની નોટ પાછી આપવા જણાવ્યું હતું. જેથી દુકાનદારે ઉશ્કેરાઈ જઈ ગમે તેમ ગાળો બોલી કેબિનમાં પડેલ લોખંડની બાટ નગિનભાઈને માથામાં મારી ઈજા કરી હતી.

બનાવ અંગે નગિનભાઈ પશાભાઈ પરમારની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે મનુભાઈ લ-મણભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:56 pm IST)