Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સુરતઃ સ્પાઇસ જેટની ફલાઇટ કેન્સલ થતાં પેસેન્જર એરપોર્ટ પર ઉપવાસ

સુરતઃ તા.૧૨, ઉપવાસ પર બેઠેલા રાકેશ રાય નામના વ્યકિતએ જણાવ્યું હતું કે, તેણે ત્રણેક મહિના અગાઉ સ્પાઈસ જેટની ફ્લાઈટ બુક કરાવી હતી. જેમાં તે વાયા દિલ્હી કરીને ઈન્ડિગોની ફ્લાઈટ મારફતે પટના જવાનો હતો. પરંતુ આજે સ્પાઈસ જેટની ફ્લાઈટ બંધ થતાં તેનો કાર્યક્રમ અટવાયો છે. બીજી તરફ ઈન્ટરનેટ પર સ્પાઈસ જેટ દ્વારા એવી કોઈ જાહેરાત કરાઈ નહોતી. જેથી તે એરપોર્ટ પર પહોંચી ગયો હોવાનો આરોપ તેણે કર્યો હતો.

સ્પાઈસ જેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરત દિલ્હીની ફ્લાઈટ અમુક દિવસો માટે કેન્સલ કરી હોવાનું અગાઉ તેમણે જણાવી દીધું હતું. પરંતુ આ પેસેન્જરના ધ્યાનમાં આવ્યું નહી હોય. હાલ તેમની સાથે ચર્ચા કરીને તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પેસેન્જર સાથે અન્ય લોકો જોડાયા હતા.

(4:04 pm IST)