Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સુરતમાં ASI સામે ખોટો ગુન્‍હો શા માટે નોંધ્‍યો ? ફોજદાર સહિત ૩ની પુછપરછ

સુરત : સુરતમાં ASI સામે ખોટો ગુન્‍હો શા માટે નોંધવામાં આવ્‍યો ? તે અંગે ફોજદાર સહિત ૩ ની પુછપરછ શરૂ થતા ખળભળાટ મચી ગયો છે

સુરત : સુરતમાં ASI સામે ખોટો ગુન્‍હો શા માટે નોંધવામાં આવ્‍યો ? તે અંગે ફોજદાર સહિત ૩ની પુછપરછ શરૂ થતા ખળભળાટ મચી ગયો છે.

સુરત જિલ્લા પોલીસની એલસીબીમાં વર્ષો સુધી ફરજ બજાવનારા ASI સામે કામરેજ પોલીસ મથકમાં 2017ના વર્ષમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ સુરત શહેર પોલીસને સોંપાઈ હતી. શહેર પોલીસની તપાસમાં એવું ફલિત થયું કે ગુનો ખોટો નોંધ્યો છે અને પ્રાથમિક તપાસ પણ ખોટી કરવામાં આવી છે. જેના કારણે શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચે તપાસના અંતે બી સમરી વીથ પ્રોસીક્યુશન સાથે ગુનાની તપાસ પૂર્ણ કરી હતી. રીતે તપાસ પૂર્ણ થયા પછી પ્રશ્ન ખડો થયો કે ખોટી ફરિયાદ નોંધી શા માટે મુદ્દે સ્પષ્ટતા કરવા માટે કામરેજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તોમર સહિત ત્રણ સામે ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે.

ASI પ્રકાશ રઘુનાથ પાટિલ સામે સુરત રેન્જના તત્કાલીન IGP ડો. શમશેરસિંઘના આદેશ મુજબ કામરેજ પોલીસ મથકમાં આઈપીસીની કલમ 120(બી), 195(), 196 અને 198 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની તપાસ કામરેજના પોસઈ એમ.બી. તોમર અને બે કોન્સ્ટેબલ અરવિંદ વેલજીભાઈ, મુકેશ ભીમસિંગભાઈએ કરી હતી. જે ગુનાની તપાસ તત્કાલીન ડીજીપીએ કામરેજ પોલીસ પાસેથી આંચકી લઈ સુરત શહેર પોલીસને સોંપી હતી. સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ગુનો ખોટો નોંધાયો હતો અને પ્રાથમિક તપાસ પણ ખોટી કરવામાં આવી હતી. જેથી તપાસ દરમિયાન પ્રસ્થાપિત થયેલી ક્ષતિઓ જે પોલીસ અધિકારી અને કર્મચારીઓની જવાબદારી જણાય આવે તે માટે ત્રણેયનાં નિવેદન લેવાં જરૂરી હોવાનું જણાતા ફોજદાર તોમર સહિત ત્રણેયને નિવેદન લેવા માટે ક્રાઈમ બ્રાંચે તેડું મોકલ્યું હતું. બે વખત તો ત્રણેય હાજર રહ્યા હતા. ત્રીજી વખત હાજર રહ્યા પણ તપાસનીશ અધિકારી અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાથી નિવેદન લઈ શકાયાં હતાં. હવે ટૂંક સમયમાં નવી તારીખ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની લડાઈમાં પ્રકાશ પાટિલનો ભોગ લેવાયો હતો. જેના કરાણે કિસ્સો આઈપીએસ જગતમાં ખૂબ ચર્ચાસ્પદ રહ્યો હતો.

(4:28 pm IST)