News of Friday, 12th January 2018

એક તરફ મેક ઇન્‍ડીયા તો પછી ૧૦૦ ટકા FDI શા માટે ? : હાર્દિક પટેલના પ્રહારો

કેન્દ્ર સરકારે રિટેઇલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં 100 ટકા FDI ને મંજુરી આપી હોવાના મામલે પાટીદાર નેતા હાર્દિક ૫ટેલે ૫ણ સવાલ ઉઠાવ્યો છે. તેણે સોશિયલ મિડિયામાં સીધો સવાલ ઉઠાવ્યો છે કે, PM ના નિર્ણયનો ઇરાદો શું છે ?

કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રિટેઇલમાં FDI નો તિવ્ર વિરોધ કરનાર ભાજપ દ્વારા હાલ રિટેઇલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં 100 ટકા FDI ને મંજુરી આ૫વામાં આવી છે. અંગે સોશિયલ મિડિયા ટ્વીટર ઉ૫ર પાટીદાર નેતા હાર્દિકે જણાવ્યુ છે કે, જ્યારે CM હતાં ત્યારે FDI નો વિરોધ કરતા હતાં, ૫રંતુ આજે વડાપ્રધાન થઇ ગયા તો સહમતી છે !

તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, PM નો નિર્ણય પાછળનો આશય શું છે ? એક તરફ મેક ઇન ઇન્ડીયાનો નારો આપે છે બીજી તરફ FDI લાવ્યા છે ! અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી છે. ભાજ૫ બેવડી નીતિ દ્વારા પ્રજાને મુર્ખ બનાવી રહી હોવાનો આક્ષે૫ કરતા કોંગ્રેસ દ્વારા જે તે સમયે ભાજ૫ના નેતાઓ દ્વારા વિરોધમાં કરવામાં આવેલા નિવેદનો ૫ણ જાહેર કર્યા છે.

(4:27 pm IST)
  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 7:37 pm IST

  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 7:21 pm IST

  • સુપ્રીમ કોર્ટના જજોના વિવાદ પર કૉંગ્રેસે SIT દ્વારા તપાસ કરાવવાની કરી માંગ : પત્રકાર પરિષદમાં ન્યાયમૂર્તિઓના મુદ્દે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે, પ્રથમ વખત આવી ઘટના બની છે - ન્યાયમૂર્તિઓએ જસ્ટીસ લોયાની વાત કરી છે, તેની ઉચ્ચ સ્તરે તપાસ કરાવો - ન્યાયમૂર્તિઓનો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ - સમગ્ર દેશને અદાલતી પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે : શ્રી સુર્જેવાલાએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટને ન્યાયમૂર્તિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવો જોઇએ : જજો દ્વારા થયેલ પત્રકાર પરિષદ લોકશાહી પર દૂરગામી અસર કરશે access_time 8:11 pm IST