Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વડોદરામાં ૩પ ડુપ્‍લીકેટ NSC દ્વારા રૂ. ૩ લાખની છેતરપીંડીનો પ્રયાસ

વડોદરા: દેશનું અર્થતંત્ર છીન્નભિન્ન કરવાના ઈરાદે સક્રિય થયેલા દેશદ્રોહી તત્વોએ પોસ્ટ ઓફિસમાંથી અપાતા નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ ડુપ્લીકેટ બનાવ્યા હતા. ફતેગંજ બ્રાન્ચની અલવી કો.ઓપરેટીવ બેંકમાંથી લોન અલવી કો.ઓપરેટિવ બેંકમાંથી લોન લેવાના બહાના હેઠળ પહોંચેલી મહિલાએ પોસ્ટ ઓફિસના ડુપ્લીકેટ એનએસસી રજૂ કર્યો હતા. બેંકના સતર્ક મેનેજરને દાળમાં કાંઈક કાળુ ' હોવાની શંકા ગઈ હતી. પરિણામે રાવપુરાની જીપીઓ (હેડ પોસ્ટ ઓફિસ)માં તત્કાળ કરાવેલી તપાસમાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટયો હતો. જ્યારે બીજી બાજુ ખૂટતા દસ્તાવેજો લેવાના બહાને ગયેલી મહિલા અને તેનો બનેવી બારોબાર રફૂચક્કર થઈ ગયા હતા. સતર્ક બેંક મેનેજરે ખૂટતાં દસ્તાવેજ માંગવાના બહાને મહિલા અને તેના કથિત બનેવીને રોકી રાખ્યા પરિણામે ડુપ્લીકેટ સર્ટિફિકેટોનો ખરા તરીકે રજૂ કરી બેંકમાંથી રૃા. લાખની લોન લેવાના ઈરાદે ઠગાઈનો પ્રયાસ થયો હતો. ફતેગંજ બ્રાન્ચની અલવી કો.ઓપરેટિવ બેંકમાં ગઈ તા. થી જાન્યુઆરીએ બાલુબેન હર્ષદભાઈ ભોઈ (રહે.નતાશા પાર્ક, નિઝામપુરા, વડોદરા)અને તેનો બનેવી ..૨૦૧૪ની સાલમાં ઈસ્યૂ થયેલા રાવપુરા જનરલ પોસ્ટ ઓફિસ (જીપીઓ)ના ૩૫ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લઈને લોન લેવા આવ્યા હતા. લોન અંગે બેંક દ્વારા જરૃરી ફોર્મ ભરાવી દસ્તાવેજો માંગ્યા હતા. જેમાં બાલુબેન ભોઈએ પોતાના નામનું પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ બેંક સમક્ષ રજુ કર્યા હતા. પરંતુ બાલુબેન અને તેની સાથે આવેલી અન્ય એક વ્યક્તિ જેની ઓળખ મહિલાએ તેના બનેવી તરીકે આપી હોવાનું અલવી કો..બેંકના મેનેજર રોનક વ્હોરાએ જણાવ્યું હતુ. બેંક સમક્ષ રૃા.૧૦ હજારની મૂળ કિંમતના એક એવા ૩૫ એનએસસી બાલુબેને રજૂ કરી રૃપિયા ત્રણ લાખની લોનની જરૃર હોવાનું જણાવ્યું હતુ. જો કે, બેંક મેનેજરને તમામ ૩૫ નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ ડુપ્લીકેટ હોવાની શંકા ગઈ હતી. તેથી તેમણે ધિરાણ લેવા આવેલી મહિલા પાસે કેટલાક ખૂટતા દસ્તાવેજની પૂર્તતા કર્યેથી લોનના નાણાં આપવા ધરપત આપી હતી. દરમિયાન ક્ષણનો વિલંબ કર્યા વિના બેંક મેનેજર રોનક વ્હોરાએ એનએસસી ઈસ્યૂ કરનાર રાવપુરા જીપીઓનો તત્કાળ સંપર્ક કર્યો હતો. પોસ્ટ ઓફિસમાંથી પણ તમામ સર્ટિફિકેટ ડુપ્લીકેટ હોવાનું જણાવ્યું હતુ. પરિણામે બેંક મેનેજરે ધિરાણ અંગે બાકી દસ્તાવેજ લેવાના બહાને કથિત બનેવી સાથે ગયેલી બાલુબેન ભોઈની મોડે સુધી રાહ પણ જોઈ હતી. પરંતુ બેંક બંધ થવાના સમય સુધીમાં મહિલા પરત આવી હતી.

(4:25 pm IST)