Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

દાદરાનગર હવેલી પોલીસનો દરોડોઃ સેલવાસમાંથી ૪૦ લાખનો તમાકુનો જથ્થો જપ્ત

સેલવાસ તા.૧૧: દાદરાનગર હવેલી પોલીસ દ્વારા સેલવાસમાંથી રૂ.૪૦ લાખના તમાકુનો જથ્થો ઝડપાડતા સનસનાટી મચી ગઇ છે.

દાદરા અને નગર હવેલી પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચે ખાનગી કંપનીમાં છાપો મારી અંદાજે રૂ.૪૦ લાખની કિંમતનો તમાકુનો  જથ્થો જપ્ત કર્યો છે પોલીસની ટીમે સેલવાસમાં વાઇકિંગ કનફેન્સરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં છાપો મારી તમાકુની ૧૭૦૦ બોરી જપ્ત કરી છે.

પોલીસની ટીમ સાથે ફૂડ એન્ડ સેફટી વિભાગ તેમજ તમાકુ કંટ્રોલ પ્રોગ્રામની ટીમ પણ આ કાર્યવાહીમાં જોડાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સેલવાસમાં તમાકુના વેચાણ અને ખરીદી પર તેમજ જથ્થો રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે આ જથ્થો કોણે મગાવ્યો હતો? કયાં મોકલવાનો હતો? કયારે લગાયો હતો? કયારથી આ પ્રવૃતિ ચાલે છે? વગેરે દિશામાં તપાસ હાથ ધરી છે આવડી મોટી રકમનો તમાકુનો જથ્થો મળી આવવાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

(4:12 pm IST)