Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારી અકચોકસ મુદતની હડતાળ : ત્રીજા દિવસે પણ યથાવત

વિવિધ 17 જેટલા મુદ્દાઓના પડતર પ્રશ્નોના સરકાર દ્વારા નિરાકરણ ન આવતા આંદોલનના માર્ગે

 

અમદાવાદ : ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ત્રણ દીવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા કેટલાંય મહિનાઓથી કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને માસ CL ઉતારીને પોતાનો વિરોધ નોધાવી રહ્યા હતા. પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી. જેને લઈને રાજ્યભરના મહેસુલ કર્મચારી છેલ્લા ત્રણ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે.

  તેમના વિવિધ 17 જેટલા મુદ્દાઓના પડતર પ્રશ્નોના સરકાર દ્વારા નિરાકરણ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં અકચોકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેમની માંગ છે કે સરકાર મહેસુલ વિભાગના મંડળ સાથે સકારાત્મક ચર્ચા કરી તેમની માંગો પુરી કરે અને જ્યાં સુધી સરકાર તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે

  મહીસાગર જિલ્લાના મહેસુલ વિભાગના કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા નિરાકરણ કરવામાં આવતા ગુજરાત રાજ્ય મહેસુલ વિભાગ કર્મચારી મંડળ ના આદેશથી અકચોકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે જે આજે ત્રીજા દિવસે પણ હડતાળ ચાલુ છે

  જિલ્લા કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં મહીસાગર જિલ્લાના મહેસુલ વિભાગ ના કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા નિરાકરણ કરવામાં આવતા ગુજરાત રાજ્ય મહેસુલ વિભાગ કર્મચારી મંડળ ના આદેશથી અકચોકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે જે આજે ત્રીજા દિવસે પણ હડતાળ ચાલુ છે.

 

(12:14 am IST)