Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી ફરીવાર મોબાઈલ મળ્યા : બેરેકના નળિયાની નીચે છુપાવેલા 5 મોબાઈલ જપ્ત

ગોધરાકાંડનાં કેદી સલીમ જરદા અને અન્ય બે પાકા કામના આરોપીઓ મોબાઇલ વાપરતા હોય ગુન્હો દાખલ કરાયો

 

વડોદરા: શહેરની સેન્ટ્રલ જેલમાંથી ફરીવાર મોબાઈલ મળ્યા છે  જેલની બેરેકના નળિયાની નીચે છુપાવેલ 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે.મળતી વિગત મુજબ ગોધરાકાંડનાં કેદી સલીમ જરદા અને અન્ય બે પાકા કામના આરોપી મોબાઈલ ફોન નો ઉપયોગ કરતા હોવાનુ સામે આવ્યું છે. ત્રણે આરોપીની સામે વડોદરાની રાવપુરા પોલીસ મથકે ગુનો નોધાયો છે.

  વડોદરા સેન્ટ્રલ જેલની જડતી સ્ક્વોડે સોમવારે સવારના સમયે મળેલી બાતમીના આધારે યાર્ડ નંબર 11ની બેરેક નંબર 4 ના નળિયાંની નીચે તપાસ કરતાં 1 મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ઉપરાંત બેરેક નંબર 3ની બારી નંબર 1ના ઉપરના ભાગેથી પણ નળિયાં નીચે છુપાવીને રાખેલા 2 મોબાઇલ તથા બેરેક નંબર 3ની બારી નંબર 4ના ઉપરના ભાગે નળિયાંની નીચે છુપાવી રાખેલ 2 મોબાઇલ તથા 2 એસેમ્બલ ચાર્જર અને 1 બેટરી મળી આવ્યા હતા.

મોબાઇલ ફોનનો ઉપયોગ ગોધરા કાંડનો પાકા કામનો કેદી સલમાન જર્દા, પાકા કામનો કેદી સાજીદ હુસેન ઉમર ફારુક અરબ તથા પાકા કામનો કેદી તોસિફમિયાં યુસુફ મિયાં મલેક કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીs દ્વારા મોબાઈલ માંથી કોને કોને ફોન કરવામાં આવ્યા છે તેની તપાસ કોલ ડિટેલના આધારે શરૂ કરવામાં અઆવી છે.

(12:11 am IST)