Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

2800 કરોડની રકમ પાક વિમાની ચૂકવાઈ :ખેડૂતો અને સરકાર દ્વારા પ્રીમિયમ ભરાયું :

 

ગાંધીનગર : કોંગ્રેસના વિરોધ મુદ્દે કૃષિમંત્રી આર.સી.ફળદૂએ નિવેદન આપ્યું હતું. કૃષિમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતો અને સરકાર દ્વારા પ્રિમિયમ ભરવામાં આવ્યું હતું. 2800 કરોડની રકમ પાક વીમાની ચૂકવવામાં આવી છે. વખતે રૂ.3400 કરોડનું પ્રિમિયમ ભરવાનું થયું છે. મગફળી અને અન્ય પાકનું ક્રોપ કટિંગ શરૂ થઇ ગયું છે. જિલ્લા અધિકારીને સાથે રાખી કાર્યવાહી ચાલી રહી છે. તમામ ગાઇડ લાઇન અનુસરવામાં આવી રહી છે.

(11:44 pm IST)