Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

બોર્ડની પરીક્ષાની કામગીરીમા હાજર નહીં થનાર શિક્ષકોને 3 હજાર સુધીનો દંડ કરાશે :શાળા સંચાલક મંડળનો વિરોધ

બોર્ડના ઓર્ડરથી શિક્ષક સંઘ નારાજ: સ્કુલના વિદ્યાર્થીદીઠ શિક્ષકોની પસંદગી કરવા આગ્રહ

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી પરિક્ષાની કામગીરીમાં હાજર નહીં રહેનાર શિક્ષકોને ત્રણ હજાર રૂપિયા જેટલો દંડ ફટકારવામા આવશે. જેનો વિરોધ શાળા સંચાલક મંડળ કરી રહ્યુ છે. આગામી માર્ચ માસમા ધો.10 અને ધો.12ની પરિક્ષા યોજાનાર છે, ત્યારે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામા આવી રહી છે. જેમાં બોર્ડની કામગીરીમા હાજર ન થનાર શિક્ષકોને 3 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. 
   ખાસ કરીને ખાનગી સ્કુલના શિક્ષકો બોર્ડની કામગીરીથી અગળા રહેતા હોય છે. જેને કારણે કામગીરીમાં વિલંબ થાય છે જે હેતુથી શિક્ષકોને આદેશ આપ્યા છતા પણ હાજર ન થાય તો શિક્ષકને 3 હજાર અને જો શાળા દ્વારા શિક્ષકનો ઓર્ડર છતા સ્કુલ દ્વારા કામગીરી માટે છુટા કરવામાં ન આવે તો સ્કુલને 3 હજારનો દંડ થશે.

 બોર્ડના આ ઓર્ડરથી શિક્ષક સંઘમાં નારાજગી જોવા મળી રહી છે. શિક્ષક સંઘનુ માનવુ છે કે બોર્ડની જોહુકમી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને જ નુકસાન થાય છે. બોર્ડ દ્વારા સ્કુલના વિદ્યાર્થીદીઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવવી જોઇએ જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે.

(10:15 pm IST)