Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

વિરમગામના દિવ્યાંગ ખેલાડી લાલાભાઈ ઝાલાએ જીલ્લાકક્ષાએ ગોળા ફેંક સ્પર્ધામા પ્રથમ ક્રમાંક મેળવ્યો

જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભ 2019નું વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ અમદાવાદ ખાતે આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ: દિવ્યાંગ ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત અમદાવાદ જીલ્લા કક્ષાની સ્પર્ધાનું વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ ખેલાડીઓ માટેના ખેલ મહાકુંભ ૨૦૧૯મા વિરમગામ સહીત અમદાવાદ જીલ્લાના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

  . ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત આયોજીત સ્પર્ધામાં વિરમગામના દિવ્યાંગ ખેલાડી લાલાભાઈ મગનભાઇ ઝાલાએ જીલ્લાકક્ષાએ ગોળા ફેંક સ્પર્ધામા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જેના કારણે વિરમગામ શહેર સહિત તાલુકામાં ખુશીનો માહોલ સર્જાયો છે અને અનેક લોકો દ્વારા લાલાભાઈ ઝાલાને ફોન તથા સોશિયલ મીડિયા દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે

   . અત્રે ઉલ્લેખનીય છે કે લાલાભાઈ ઝાલા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને સતત પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યા છે અને દિવ્યાંગ ખેલાડીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડી રહ્યા છે.રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા રમત ગમત અધીકારીની કચેરી અમદાવાદ તથા થિંક પોઝીટીવ સંસ્થા દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

(7:52 pm IST)