Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

પગપાળા પાવાગઢ જતા આધેડનું કપડવંજ નજીક ડાકોર રોડ પર બાઈકની અડફેટે

સામઢી ગામે રહેતાં દલપતજી છગનજી દેલાસણીયા તેમજ અન્ય ઈસમો ગત તા.-૧૨-૧૯ ના રોજ પોતાના ગામથી પગપાળા પાવાગઢ પ્રવાસે જવા માટે નીકળ્યાં હતાં. તેઓ ગત રવિવારના રોજ તેઓ કપડવંજ બજાર પસાર કરી ડાકોર રોડ પર આવેલ જીઈબી નજીકથી ચાલતાં જઈ રહ્યાં હતાં. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતાં એક બજાર ડિસ્કવર બાઈક નં. જીજે- ૦૭, બીજે-૫૧૮૧ના ચાલકે દલપતજીને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં બાઈકની ટક્કર વાગવાથી રોડ પર પટકાયેલા દલપતજી દેલાસણીયા ઈજાગ્રસ્ત બન્યાં હતાં. બનાવ અંગે ભરતજી ડુંગરજી મકવાણાની ફરિયાદને આધારે કપડવંજ ટાઉન પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:45 pm IST)