Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સુરત: બ્રિજ પર બાઈક સ્લીપ થતા એકનું મોત: એક ઈજાગ્રસ્ત

સુરત: ડુમસ રોડ પર સિનેમામાં ફિલ્મ જોઇને આવતી વખતે રીંગરોડ ફલાય ઓવર બ્રીજ ચઢતી વખતે  બેલેન્સ ગુમાવતા મોપેડ સ્લીપ થઇ જવાથી ઇજા પામેલા બે વ્યકિતઓ પૈકી આધેડનું મોત નીંપજયુ હતુ.સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછાના અશ્વનીકુમાર રોડ પર ગૌશાળા પાસે રહેતા 45 વર્ષીય હરીભાઇ પ્રજાપતિ ગઇ કાલે રાતે તેના  એક પરિચિત વ્યકિત સાથે ડુમસ રોડની સિનેમામાં ફિલ્મ જોઇને મોપેડ પર ઘર તરફ આવવા નીકળ્યા હતા.ત્યારે રીંગરોડ પર ફલાય ઓવર બ્રીજ ચઢતા અચાનક બેલેન્સ ગુમાવતા મોપેડ સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.જેમાં હરીભાઇ  સહિત બે વ્યકિતને ઇજા થતા  સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયાં આજે સવારે હરીભાઇનું મોત નીંપજયુ હતુ.જયારે તેની સાથેના પરિચિત વ્યકિતને સામાન્ય ઇજા થઇ હતી. પોલીસ સુત્રોએ કહ્યુ કે મોપેડનું ટાયર ફાટયુ કે કયા કારણસર સ્લીપ થઇ તે હકિકત તપાસ દરમિયાન જાણવા મળશે.હરીભાઇ ખમણની લારી પર મજુરી કામ કરતા હતા.આ અંગે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે

(5:43 pm IST)