Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

વાસદ ટોલપ્લાઝા તા.૧૬મી ડિસેમ્બરના રોજથી ગ્રામજનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન

એક તરફ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ ટોલનાકા ખાતે ફાસ્ટટેગ સીસ્ટમ અમલી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આણંદ જિલ્લાના વાસદ ટોલપ્લાઝા નજીક આસપાસના ૧૦ કિ.મી વિસ્તારના ગ્રામજનો માટે સર્વિસ રોડ નહી આપવામાં આવતા ગ્રામજનો તેમજ વિવિધ ગામના સરપંચો દ્વારા આગામી તા.૧૬મી ડિસેમ્બરના રોજથી જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આણંદ જિલ્લાના વાસદ તેમજ આસપાસના વિસ્તારના ગ્રામજનોના રોજિંદા કામ માટે અવાર-નવાર વાસદ ટોલપ્લાઝા પરથી પસાર થવું પડે છે. જેને લઈ વાહનચાલકોને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને નંદેસરી તેમજ આસપાસના ગામના રહીશો દ્વારા લેખિત રજૂઆત કરી જણાવવામાં આવ્યું છે કે નંદેસરી તેમજ આસપાસના ગ્રામજનોને ટોલ ભરવામાં આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ગામના રહીશોને અવાર-નવાર વાસદ ખાતે કામકાજ અર્થે આવવું પડે છે. રોજિંદા કામકાજ અર્થે અવર-જવરમાં ગ્રામજનોને ટોલપ્લાઝા પરથી પસાર થવાનું રહે છેજેથી વાહનચાલકોને ફરજિયાત ટોલ આપવો પડે છે. પ્રકારના ભારણમાંથી મુક્તિ મેળવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે અને તા.૧૫ ડિસેમ્બર સુધી અંગે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત નંદેસરીથી વાસદ થઈ આસોદર, બોરસદ સહિતના ગામો તરફ તેમજ સારસા, ઉમરેઠ, ડાકોર તરફ જતા વાહનચાલકોની સંખ્યા પણ વધુ છે ત્યારે વાસદ તેમજ આસપાસના ૧૦ કિ.મી. વિસ્તારમાં આવતા ગામના ગ્રામજનોને અવાર-નવાર ટોલ ભરવો પડે છે. માર્ગ માટે ખેડૂતોએ પોતાની મહામુલી જમીનો આપી છે ત્યારે માર્ગ ઉપર ભરવા પડતા ટોલમાંથી રાહત આપવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. જો આગામી તા.૧૫ ડિસેમ્બર સુધી ટોલમાંથી રાહત અંગે નિર્ણય લેવામાં નહી આવે તો તા.૧૬મી ડિસેમ્બરના રોજથી ગ્રામજનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

(5:42 pm IST)